પોરબંદર: બોખીરાના ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ કરનાર ઇસમ અમદાવાદ જેલમાં પાસાના પીંજરે
જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા થયેલ હુકમ અન્વયે આરોપીની એલ.સી. બી.એ અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે ધકેલી દીધો.
ગોસા(ઘેડ) તા.૦૫/૧૨/૨૦૨૫
પોરબંદર એલ.સી.બી.એ પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ ના પાસાં ના હુકમ અન્વયે પોરબંદર ના પરા એવા બોખીરા માં દારૂ ની ગેર
કાયદેસર પ્રવૃતિ કરનાર ઈસમને અમદાવાદ જેલ ખાતે પાસાના પીંજરે ધકેલી દીધો છે
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓ દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમ વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ સાહેબ ગ્રામ્ય વિભાગનાઓ ના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.નં.પાર્ટ સી-૧૧૨૧૮૦ ૧૦૨૫૦૩૯૨/૨૦૨૫ પ્રોહી એકટ કલમ-૬૬(૧)બી, ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૯૮(૨), ૮૧, ૮૩ મુજબ મુજબના ગુન્હા ઓમાં સંડોવાયેલ આરોપી દેવા જેઠાભાઇકોડીયાતર, ઉ.વ. ૨૬,રહે.બોખીરા,રબારીકેડા, તા.જી. પોરબંદરવાળા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ ની સુચના મુજબ પો.ઇન્સ. ડી.જી.ગોહીલ, ઉદ્યોગ નગર પો.સ્ટે. પોરબંદરનાઓ એ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા પોરબંદર એલ .સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીકરનાર અધિકારી/કર્મચારીઓમા ઉદ્યોગનગર પો. સ્ટે. પોરબંદરના પો.ઇન્સ.ડી.જી. ગોહિલ તથા પોરબંદર એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. કાંબરીયા તથા એ.એસ. આઇ ઉદયભાઇ વર, રૂપલબેન લખધીર, તથા હેડ કોસ્ટેબલ વિપુલભાઇ ઝાલા, વિરેન્દ્રસિંહ પરમાર, ઉદ્યોગનગર પો.સ્ટે. હેડ કોસ્ટેબલ મયુરભાઇ જોષી, વિપુલભાઇ ધુધલ તથા પોલીસ કોસ્ટેબલ વિજયભાઇ મેધજીભાઇનાઓ રોકાયેલ હતા.
રિપોર્ટર : વિરમભાઇ કે.આગઠ

