Friday, January 30, 2026
HomeરાજકોટVideo: પડધરીમાં 27 લાખની ચોરી, બુકાનીધારીઓએ આપી ઘટનાને અંજામ

Video: પડધરીમાં 27 લાખની ચોરી, બુકાનીધારીઓએ આપી ઘટનાને અંજામ

રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. માહિતી પ્રમાણે એરફોન ઇન્ડિયા નામની કંપનીમાં અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ઘૂસખોરી કરીને આશરે ₹27 લાખ રોકડ સહિતના માલસામાનની ચોરી કરી લીધી છે.

કંપનીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર બનાવ સ્પષ્ટ થયો છે. ફૂટેજમાં બુકાનીધારી શખ્સો લોક તોડી અંદર પ્રવેશતા અને ઝડપથી ચોરી કરતા જોવા મળી રહ્યા છે. ઘટના બાદ કંપનીમાં ચકચાર મચી ગઈ હતી.

પડધરી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ શખ્સોએ સુયોજિત રીતે ચોરી કરી હોવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. પોલીસે આસપાસના વિસ્તારોના ફૂટેજ સાથે સંભવિત શંકાસ્પદ લોકોની તપાસનો વ્યાપ વધારી દીધો છે.

આ ગાજવીજ ચોરી બાદ સ્થાનિક વેપારીઓમાં પણ સુરક્ષા અંગે ચિંતા ફેલાઈ છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપવાની દિશામાં કાર્ય કરી રહ્યું હોવાનું જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments