ગોંડલ રિબડા GIDC વિસ્તારમાં આવેલ ખાડા માંથી બાળક મળી આવ્યું…
આશરે 4 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું…
ઘટનાની જાણ થતાં 112 જનરક્ષક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સ્થળ પોહચી હતી…
દરમ્યાન રસ્તા પરથી પસાર થતા એમ.એમ. ટ્રસ્ટની ટીમ પણ સ્થળ પોહચી હતી…
ઈજાગ્રસ્ત બાળકના શરીરમાં કાન, નાક, મોઢામાં કીડીઓ ચડી ગયેલ તેને સાફ કરી હતી…
ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો…
જ્યાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સભ્યો દ્વારા બાળકની પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માત્ર 108 એમ્બ્યુલન્સ મારફત રાજકોટ ખસેડાયો હતો…
સમગ્ર બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસે બાળકના વાલી વારસની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી…
