77મા ગણતંત્ર પર્વના અવસરે રાજકોટ શહેરમાં દેશભક્તિથી ભરપૂર માહોલ સર્જાયો હતો. શહેરના કિસાનપરા ચોકથી ભવ્ય રાષ્ટ્ર ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે રાજકોટના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રામાં 251 ફૂટનો વિશાળ તિરંગો લહેરાવતા દેશભક્તોએ રાષ્ટ્રની એકતા અને અખંડતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.
યાત્રામાં યુવાનો, મહિલાઓ, બાળકો સહિત વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ જેવા દેશભક્તિના નારાઓથી સમગ્ર શહેર ગુંજાયું હતું. રસ્તાના બંને બાજુ ઊભેલા નાગરિકોએ યાત્રાનું ઉલ્લાસભર્યું સ્વાગત કર્યું હતું, જેના કારણે રાજકોટ શહેર સંપૂર્ણપણે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
રાષ્ટ્ર ગૌરવ યાત્રા દરમિયાન સામાજિક જવાબદારીનો સંદેશ આપતા ‘રક્તદાન મહાદાન’ અંગે પણ વિશેષ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. રક્તદાન દ્વારા અનેક જીંદગીઓ બચી શકે છે તે બાબતને ઉજાગર કરી લોકોને સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગણતંત્ર પર્વની આ ઉજવણી રાજકોટ માટે ગૌરવ અને પ્રેરણાનો અવસર બની રહી હતી.
77મા ગણતંત્ર પર્વે રાજકોટમાં રાષ્ટ્રપ્રેમનો મહાસાગર, 251 ફૂટના તિરંગા સાથે ગૌરવ યાત્રા
RELATED ARTICLES
