HomeLocal Newsચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ફેન પાર્કનું આયોજન

ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ફેન પાર્કનું આયોજન

શહેરના ક્રિકેટ ચાહકો માટે આ વીકેન્ડ મનોરંજનથી ભરપૂર રહેવાનું છે, કારણ કે ટાટા આઇપીએલ 2026ના રોમાંચને બેવડાવવા માટે રાજકોટના આંગણે ભવ્ય ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. એ. એસ. ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં આગામી 9 અને 10 મેના રોજ આ ક્રિકેટ ઉત્સવ યોજાશે, જ્યાં હજારોની સંખ્યામાં પ્રેમીઓ એકસાથે બેસીને જાયન્ટ સ્ક્રીન પર પોતાની મનપસંદ ટીમની જીતનો જશ્ન મનાવશે. આ વખતે આયોજન એટલું ભવ્ય છે કે ચાહકોને સ્ટેડિયમમાં બેઠા હોવાનો આબેહૂબ અહેસાસ થશે. આ ફેન પાર્કમાં પ્રવેશ તદ્દન નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે, જે રાજકોટવાસીઓ માટે સોનામાં સુગંધ ભળવા સમાન છે. આ શનિવારે એટલે કે 9 મેના રોજ સાંજે 6:30 વાગ્યાથી રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની કાંટાની ટક્કર લાઈવ બતાવવામાં આવશે. જ્યારે રવિવારના દિવસે ક્રિકેટનો ડબલ ધમાકો જોવા મળશે, જેમાં બપોરે 2:30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ અને ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમો વચ્ચેનો જંગ જામશે. માત્ર મેચ જ નહીં, પરંતુ અહીં આવનારા લોકો માટે મ્યુઝિક, ફેસ પેન્ટિંગ, કિડ્સ ઝોન અને ચટાકેદાર ફૂડ સ્ટોલ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોના મતે આ સીઝનમાં દેશભરના ફેન પાર્ક્સમાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, જેમાં રાજકોટ હંમેશાની જેમ મોખરે રહેશે. તસ્વીરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી હિમાંશુભાઇ શાહ અને અનંત દાતાર (મેનેજર, બીસીસીઆઇ) નજરે પડે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments