HomeLocal Newsસાંસદ પૂનમબેન માડમ ઓખા-તિરૂપતિ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

સાંસદ પૂનમબેન માડમ ઓખા-તિરૂપતિ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માનનીય સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક 11 મે, 2026 ના રોજ ઓખા સ્ટેશનથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન સંખ્યા 19560/19559 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક)
ટ્રેન સંખ્યા 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક) 11 મે, 2026 થી ઓખાથી દર સોમવારે 23.35 કલાકે ઉપડશે, મંગળવારે વહેલી સવારે 04.00 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે 23.30 કલાકે તિરુપતિ પહોંચશે.
રિટર્ન માં ટ્રેન સંખ્યા 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ (સાપ્તાહિક) 14 મે, 2026 થી તિરુપતિથી દર ગુરુવારે સવારે 08.15 કલાકે ઉપડીને શનિવારે સવારે 05.25 કલાકે રાજકોટ અને શનિવારે જ સવારે 11.50 કલાકે ઓખા પહોંચશે.
સ્ટોપેજ: આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેક્કન, બસમત, પૂર્ણા, હજૂર સાહિબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહેબૂબનગર, ગદવાલ, કુર્નૂલ સિટી, ડોન, તાડિપત્રી, કડપા, રાજમપેટા, રેનિગુંટા અને તિરુપતિ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ રહેશે.
ટ્રેન સંખ્યા 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસનું બુકિંગ 10 મે, 2026 થી ઙછજ કાઉન્ટર અને ઈંછઈઝઈની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments