થરાદના મેઢાળા ગામના ખેડૂતોએ છેલ્લા કેટલાક સમયથી ખેતરોમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે. રાત્રિના સમય દરમિયાન ખેતરમાંથી પાક, સાધનો તથા મશીન ની નાની-મોટી ચોરી થવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે.


સ્થાનિક ખેડૂત ઘાંચી યુનેસ્ખાન સુલેમખાન જે રહેવાસી ભોરોલ ગામના પરંતુ ખેતર મેઢાળા માં આવેલ છે તેમની સાથે વાત કરતા જણાવ્યું કે,
“રોજ સવારે ખેતર પર જઈએ ત્યારે કંઈક ને કંઈક ચોરાઈ ગયેલું જોવા મળે છે. પાકની ચોરીથી અમારી મહેનત પર પાણી ફરી વળ્યુ હોય તેમ જોવા લાગ્યુ છે.”
આ સતત ચાલી રહેલી ઘટનાઓ સામે ખેડૂતો મા ભારે અશાંતિ ફેલાઈ છે અને ગામમાં અસુરક્ષા નો માહોલ સર્જાયો છે.
ખેડૂતોએ આખરે આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં ખેડુત દ્વારા લેખિત અરજી આપી છે અને તાત્કાલિક પગલા લેવા માગ કરી છે. પોલીસ દ્વારા અરજી સ્વીકારી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે.
ખેડૂતોની માંગ છે કે,
ગામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે,
ચોરીના બનાવોમાં સામેલ લોકોને ઝડપી લેવામાં આવે,
અને ખેતરોમાં સુરક્ષા અને શાંતિ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
મેઢાળા ગામમાં સતત ચોરીની ઘટનાઓથી ખેડૂતોમાં ભારે રોષ છે અને તેઓ તાત્કાલિક ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
અહેવાલ વિષ્ણુ ચૌહાણ ઢીમા

