HomeLocal Newsરાજયમાં ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી

રાજયમાં ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી


રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત રહેવા પામી છે. બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર રહ્યો. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું, અહીંનું લઘુત્તમ તાપમાન 28.6ડિગ્રી નોંધાયું છે, જ્યારે મહત્તમ સામાન્ય કરતા 1.6ડિગ્રી વધારે રહ્યું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7ડિગ્રી જેટલું વધુ હતું, જ્યારે ત્યાંનું લઘુત્તમ તાપમાન 28.9ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.7ઓઈ વધુ હતું.
આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ 43.3ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.6ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42.5ડિગ્રી, અમરેલીમાં 42.1ડિગ્રી અને ડીસામાં 41.8ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશ: ઘટાડો થઈ શકે છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ગરમ અને ભેજવાળા પવનને કારણે રાત્રે પણ અકળામણ (ડિસ્કમ્ફર્ટ) ભર્યું વાતાવરણ રહે છે. આગામી બે દિવસ હજુ લોકોએ અસહ્ય અકળામણનો સામનો કરવો પડશે.
27થી 29 મે: તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.
30 મે: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 40થી 50 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
31 મે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છ માં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 40થી 50 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
1 જૂન: પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વાવાઝોડું અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
2 જૂન: પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યનું) ચોમાસું 27 મે, 2026ના રોજ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. આગામી 2-3 દિવસમાં તે દેશના અન્ય ભાગોમાં વધુ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આજથી (28 મે) એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments