HomeLocal Newsરાજકોટમાં લઘુ ઉદ્યોગ ભારતીના 33મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

રાજકોટમાં લઘુ ઉદ્યોગ ભારતીના 33મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

લઘુ ઉદ્યોગ ભારતી – મહિલા વિંગ, રાજકોટ દ્વારા સંસ્થાના 33મા સ્થાપના દિવસ નિમિત્તે ’બિઝનેસ વુમન એક્સેલન્સ એવોર્ડ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની 101 પ્રગતિશીલ મહિલા ઉદ્યોગ સાહસિકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અને પૂર્વ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓની ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં બહેનો દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવા સક્ષમ છે, માત્ર તેમને યોગ્ય પ્લેટફોર્મની જરૂર હોય છે, જે પૂરી પાડવાનું કાર્ય લઘુ ઉદ્યોગ ભારતી કરી રહ્યું છે.
રાજકોટ મહિલા પાંખના પ્રમુખ ડો. પીનાબેન કોટકે ઉપસ્થિત મહિલાઓને સંસ્થાના આગામી લક્ષ્યાંકો અને કાર્યક્રમોની રૂપરેખા આપી માહિતગાર કર્યા હતા.
ભરૂચ સંઘ સંચાલક ડો. બલદેવભાઈ પ્રજાપતિએ લઘુ ઉદ્યોગ ભારતીની કાર્યપ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
જ્યારે ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આરતીબેન પ્રજાપતિએ બહેનોની ’મલ્ટીટાસ્કીંગ’ સ્કિલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પારિવારિક જવાબદારીઓ સાથે વ્યવસાયમાં સફળતા મેળવવી એ ગૌરવની વાત છે.
ગુજરાત પ્રદેશ મહામંત્રી હંસરાજભાઈ ગજેરાએ મહિલાઓને પોતાના બિઝનેસને વિશ્વ ફલક પર લઈ જવા માટે જરૂરી માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે ઈઊઉ ના સહયોગ સાથે ઈઊઉ માથી જ કો ઓડિનેટર કોમલ બેન એ ઉપસ્થિત રહી બહેનોને વ્યવસાય લક્ષી તાલીમ માટે માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. શિવાની કોટક દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લઘુ ઉદ્યોગ ભારતી મહિલા પાંખના હોદ્દેદારો ડો. તૃપ્તિ કોટક રાજા, અલકાબેન કામદાર, હિનાબેન રાવલ, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન અને બ્રીનદાબેન પટેલ, નિશા બેન ચોલેરા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે એવોર્ડ મેળવનાર 101 મહિલા ઉદ્યોગ સાહસિકોએ મહાનુભાવોના વક્તવ્યને ઉત્સાહભેર વધાવી લીધું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments