મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર તે સમયે દોડધામ મચી ગઈ જ્યારે કરોડો રૂપિયાની ચાંદી લઈને ગુજરાત જઈ રહેલી એક વેન અચાનક પલટી ગઈ. આ અકસ્માત ચારોટી ફલાયઓવર પર થયો હતો, જ્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલી વેન પરથી ચાલકે કાબૂ ગુમાવતા તે રસ્તા પર પલટી ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, અકસ્માતગ્રસ્ત વેનમાં અંદાજે 600 કિલો ચાંદીની લગડીઓ ભરેલી હતી, જેની કિમત લગભગ 17 કરોડ 66 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ચાંદીનો આ જથ્થો મુંબઈ સ્થિત ’નાકોડા બુલિયન કંપની’થી ગુજરાતના વાપી GIDC વિસ્તારમાં આવેલી ’મોદી સન્સ લિમિટેડ’ પાસે મોકલવામાં આવી રહ્યો હતો.
અકસ્માતની જાણ થતા જ કાસા (Kasa) પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કરોડોની ચાંદી હોવાથી પોલીસે સૌ પ્રથમ આખા વિસ્તારને ઘેરી લઈને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી હતી અને વેનમાં રહેલી ચાંદીને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધી હતી. હાઈવે પર કરોડોની ચાંદી પલટી હોવાના

