HomeLocal Newsમાણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર થયેલા હુમલાને સખત શબ્દોમાં...

માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો

માણાવદર તાલુકાના બાંટવા શહેરના નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી પર ગત 6 ઠ્ઠી મે-ના રોજ અજાણ્યા શખ્સોએ હુમલો કરતા પ્રમુખ સુનિલભાઈ જેઠવાણીને શારીરિક ઈજાઓ થતા તેને જુનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હુમલાની જાણ થતા આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી વેલજીભાઈ મસરાણી, રવિભાઈ બાલાસરા, માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગગજીભાઈ ભેટારીયા, વંથલી તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ ત્રાંબડીયા તથા મેંદરડા તાલુકા ભાજપ પ્રમુખ ડો. યશવંતભાઈ વગેરે જુનાગઢ મુકામે સારવાર હેઠળ રહેલા પ્રમુખ સુનિલભાઈની રૂબરૂ મુલાકાત લઇ તેમના ખબર અંતર પૂછયા હતા આ બધા આગેવાનોએ આ હીચકારા કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments