HomeLocal Newsપુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા સમર વર્કશોપમાં 750 લાભાર્થીઓએ ઉત્સાહભેર લાભ લીધો

પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા સમર વર્કશોપમાં 750 લાભાર્થીઓએ ઉત્સાહભેર લાભ લીધો

શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર, ગીતા મંદિર સામે રાજકોટ દ્વારા મહિલા ઉત્થાન અને મહિલા સશક્તિકરણ માટે 62 વર્ષથી કાર્યરત સંસ્થા બહેનો અને બાળકો માટે સતત ચોથા વર્ષે બહેનો અને બાળકો માટે વિવિધ સમર વર્કશોપનું આયોજન કરેલ છે. જેમાં 750 લાભાર્થીઓએ ઉત્સાહભેર લાભ લીધો. મધર્સ દે ઉજવણી કાર્યક્રમમાં સિધ્ધપુરા ચાંદનીબેન, સાંચલા માહીબેન, લાઠીગરા હેતલબેન, બીષ્ઠ પ્રિયાબેન, કંડોરીયા સુરભીબેન, છાંટબાર કોમલબેન, આટકોટીયા સુમિતાબેન, ભાલારા જયાબેન અનુક્રમે પોટેટોરેસ, લીંબુ ચમચી, બેલેન્સ રેસ, બલુન રેસ અને મ્યુજીકલ ચેર સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ. કાર્યક્રમમાં મહેમાન તરીકે કેશાબેન કુંડલીયા, નીતાબેન વ્યાસ તેમજ ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ડો. સ્મિતાબેન ઝાલા, હિનાબેન રાવલ, ભારતીબેન નથવાણી, મિલીબેન કુંડલિયા ઉપસ્થિત રહેલ. સમર વર્કશોપમાં તેજસભાઈ વ્યાસ, મહેશભાઈ ચૌહાણ, તીલક્ભાઈ કઠીલા, ભરતભાઈ ગાલોરીયા, કિરણબેન રાઠોડ, રાજુભાઈ ઠાકર, અર્જુનભાઈ ગઢવી, સ્વાતિબેન પંડયા, અમિષાબેન કુંડલિયા, જલ્પાબેન પીઠવા, પ્રિયાબેન બીષ્ઠ, વિધિબેન આસોદીયા, કૃતીકાબેન જાજલ અને નંદનીબેન અમરેલીયાએ ટયુટર્સ તરીકે સેવા આપેલ. સમર વર્કશોપ પુર્ણાહુતીમાં બહેનો અને બાળકો દ્રારા પ્રદશન તેમેજ સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીલીબેન કુંડલિયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રમાબેન પંચાસરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments