HomeLocal Newsઅમરેલી જિલ્લાનાં લાઠી પંથકમાં યુરીયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

અમરેલી જિલ્લાનાં લાઠી પંથકમાં યુરીયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

અમરેલી જિલ્લાનો મુખ્ય ઉધોગ ખેતી છે. અહીંનાં લોકો માત્ર ખેતી ઉપરે નિર્ભર હોય ત્યારે અમરેલી જિલ્લાનાં લાઠી પંથકમાં યુરીયા ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આગામી સમયમાં ખેતીની સિઝન શરૂ થનાર છે ત્યારે જ ખાતર મેળવવા માટે લાઠીમાં ખેડૂતોને વહેલી સવારથી જ લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે.
મળતી વિગત પ્રમાણે લાઠી વિસ્તારમાં આજે સવારથી જ ખેડૂતો પોતાના વાહનો સાથે ખાતર લેવા માટે કેન્દ્રો પર પહોંચી ગયા હતા. અને કલાકો સુધી રાહ જો્યા બાદ પણ ખેડૂતોને માત્ર 2 થેલી જેટલું જ યુરીયા ખાતર આપવામાં આવતાં ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. 15 થી 20 વિધા જમીન ધરાવતા ખેડૂતોને પણ માત્ર બે થેલી ખાતર મળતાં ખેતી કાર્ય પર સીધી અસર પડી રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
ગ્રામીણ વિસ્તારોમાં ખાતરની અછત વધુ ગંભીર બનતી જઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતાં પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખેતી માટે જરૂરી યુરીયા મેળવવા ખેડૂતોને દરરોજ ધક્કા ખાવા પડી રહ્યા છે. ખાતરની અછત મુદ્દે ખેડૂતોમાં સરકાર પ્રત્યે પણ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે આજે ખાતર માટે લાઇનોમાં ઊભા રહેવાની સ્થિતિ સર્જાઈ છે, તેમ કહી અનેક ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
અમરેલી જિલ્લામાં વધતી ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments