HomeLocal Newsઅમરેલીનાં જનસેવા કેન્દ્રમાં "આવકનો દાખલો મેળવવો એટલે પગે પાણી ઉતરે

અમરેલીનાં જનસેવા કેન્દ્રમાં “આવકનો દાખલો મેળવવો એટલે પગે પાણી ઉતરે

અમરેલી ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં અરજદારોને આવકનો દાખલો મેળવવા અર્ધીથી લઈને એક કલાક સુધી લાઈનમાં ઉભુ રહેવુ પડે. કારણ કે એક કર્મચારી જ કામગીરી કરે અને બાજુનાં કર્મચારી નવરાધુપ બેઠા જોવા મળે તેને કામગીરી સોંપવામાં આવે તો અરજદારોને આકરી ગરમીમાં લાઈનમાં ઉભુ રહેવું ન પડે.
દેશનાં આઝાદીનાં લડવૈયાઓએ આઝાદીમાટે અનેક બલિદાન એટલા માટે આપેલ કે ભારત દેશ આઝાદ થાય, દેશમાં લોકશાહી શાસન સ્થપાય અને જેથી દેશવાસીઓ માલિક બને અને પદાધિકારીઓ અને અધિકારીઓ જનસેવક બની દેશવાસીઓની સેવા કરે.
પરંતુ, જેમ જેમ આઝાદીનાં દાયકાઓ પસાર થઈ રહૃાા છે તેમ તેમ દેશવાસીઓ સેવક અને પદાધિકારીઓ અને અધિકારીઓ નાયક બની રહૃાા હોય તેવું અવારનવાર જોવા મળી રહૃાું છે.
દેશવાસીઓ દર વર્ષે લાખો-કરોડો રૂપિયા વિવિધ કરવેરારૂપે સરકારી તિજોરીમાં જમા કરાવે અને તેમાંથી પદાધિકારીઓ અને અધિકારીઓનાં પગાર-ભથ્થા આપવામાં આવે એટલે દેશનાં નાયક ખરેખર દેશવાસીઓ હોય છે. પરંતુ, દેશવાસીઓને સરકારી કોઈ કામ પડે એટલે તોછડાઈપૂર્વકનું વર્તન, ડોકયુમેન્ટ રજૂ કરવાની મથામણ, સમયનો બગાડ, લાઈનમાં ઉભુ રહેવુ પડે તેવા બનાવો અવારનવાર બની રહૃાા છે.
અમરેલીનાં જનસેવા કેન્દ્રમાં ખરા અર્થમાં જનસેવા કરવામાં આવે તેવી માંગ જનતા જનાર્દન કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments