ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું, ‘ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીજીએ દેશના યશસ્વી વડા પ્રધાન માટે ગઈકાલે એક સભામાં જે વાણીવિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે. એ ભાષાની નિંદા અને ટીકા કરું છું. બક્ષીપંચ સમાજમાંથી આવતા તેમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ કૉંગ્રેસને હજમ થઈ રહ્યું નથી. એના અનુસંધાન આ સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે. જિજ્ઞેશભાઈ તમે ધારાસભ્યની ગરિમાને લજવી છે. તમે આબરૂ કાઢવાની વાત કરી છે.’


