Friday, January 30, 2026
Homeગુજરાતશું છે નિપાહ વાયરસ? કેવી રીતે ફેલાય છે, તેનાથી બચવા માટેના ઉપાય...

શું છે નિપાહ વાયરસ? કેવી રીતે ફેલાય છે, તેનાથી બચવા માટેના ઉપાય જાણો

નિપાહ વાયરસ જોખમી કેમ છે?

આરોગ્ય નિષ્ણાતો અનુસાર, નિપાહ વાયરસની મૃત્યુદર 40 થી 70 ટકા સુધી હોઈ શકે છે, જે કોરોનાવાયરસ જેવા વાયરસોની તુલનામાં ઘણી વધારે છે. આ કારણે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ સંશોધન અને વિકાસ માટેની પોતાની પ્રાથમિકતાવાળી રોગોની યાદીમાં તેને સામેલ કર્યું છે. ભારતમાં પહેલાં પણ નિપાહના કેસો નોંધાયા છે. કેટલીક ઘટનાઓમાં, વાયરસ હોસ્પિટલોમાં પણ ફેલાયો હતો, જ્યાં દર્દીઓની સંભાળ લેતા લોકો પોતે સંક્રમિત થયા હતા. આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ વાયરસ સંક્રમીત રોગની જેમ વ્યક્તિથી વ્યક્તિમાં પણ ઝડપથી ફેલાઈ શકે છે

નિપાહ વાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

નિપાહ એક ઝૂનોટિક વાયરસ છે, એટલે કે તે પ્રાણીઓમાંથી માનવમાં ફેલાય છે. તેના સંક્રમણના મુખ્ય માર્ગો છે,

  • સંક્રમિત ચામાચીડિયા કે અન્ય પ્રાણીના રક્ત, લાળ, મળ-મૂત્ર સાથે સંપર્કમાં આવવું.
  • ચામાચીડિયા દ્વારા ખાધેલું અથવા સડેલા ફળ ખાવાથી,
  • કાચા ખજૂરનો રસ પીવાથી,
  • સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું,

શું લક્ષણો છે?

જો તેના લક્ષણોની વાત કરીએ, તો પ્રારંભિક તબક્કામાં સામાન્ય લક્ષણો જેમ કે તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઉલટી અને ગળમાં દુખાવો થાય છે. બાદમાં ચક્કર, ગભરાટ, બેહોશી અને એન્સેફેલાઇટિસ વિકસી શકે છે. ગંભીર પરિસ્થિતિઓમાં, દર્દી 24 થી 48 કલાકની અંદર કોમામાં જઈ શકે છે. સંક્રમણનાં લક્ષણો દેખાવામાં 04થી 14 દિવસ, ક્યારેક 45 દિવસ સુધીનો સમય લાગી શકે છે.

નિવારણ એ શ્રેષ્ઠ ઈલાજ છે

હાલમાં નિપાહ વાયરસ માટે કોઈ વિશિષ્ટ સારવાર કે રસી ઉપલબ્ધ નથી, તેથી સાવચેતી સૌથી શક્તિશાળી હથિયાર છે. આ માટે, તમારે-

  • ચામાચીડિયા અને ડુક્કરો જેવા પ્રાણીઓથી દૂર રહો.
  • સડેલા કે ખરાબ ફળોનો રસ કે કાચા ખજૂરનો રસ પીવો નહીં.
  • તમારા હાથોને વારંવાર સાબુથી ધોઈ સ્વસ્છ રાખવો.
  • સંક્રમિત અથવા શંકાસ્પદ દર્દીઓ સાથે સંપર્ક ટાળો.
  • આરોગ્ય વિભાગની ચેતવણીઓ અને સલાહનું પાલન કરો.

નિપાહ કેસો ક્યાં ક્યાં નોંધાયા છે?

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC) અનુસાર, નિપાહ વાયરસના કેસો અત્યાર સુધીમાં ફક્ત બાંગ્લાદેશ, ભારત, મલેશિયા, ફિલિપાઇન્સ અને સિંગાપુરમાં જ નોંધાયા છે. આંકડાઓ દર્શાવે છે કે, જો કે વાયરસ ફક્ત મર્યાદિત વિસ્તારોમાં ફેલાયો છે, પરંતુ જોખમ અત્યંત ગંભીર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments