પ્રોફેસરોના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટનો આત્મહત્યાના પ્રયાસ અંગે બે પ્રોફેસર સામે કેસ નોંધાયો છે. વડોદરાની પાયોનિયર કોલેજના ત્રીજા માળેથી મેડિકલ સ્ટુડન્ટે પડતું મૂક્યું હતું. કોલેજના બે પ્રોફેસર ડો. ઋષિકેશ અને ડો. કોમલ સામે નોંધાઈ ફરિયાદ. કોલેજ તરફથી પણ બંને પ્રોફેસરોને ત્રણ દિવસમાં ખુલાસો આપવા ફટકારવામાં આવી નોટિસ. તો પોલીસ વિભાગ દ્વારા કોલેજ પર તપાસ શરૂ કરવામાં આવી છે. 80 વિદ્યાર્થીઓ અને આક્ષેપિત પ્રોફેસરો ના પણ નિવેદનો લેવામાં આવશે. તો વિદ્યાર્થી એ ક્યારેય ફરિયાદ નહીં કરી હોવાનો સંચાલકોનું નિવેદન. પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.
સુરતમાં ભારતી ફેશનના માલિક અને વહીવટકર્તા દ્વારા રૂપિયા 4.90 કરોડથી વધુની છેતરપિંડી !
સુરતમા સિટી લાઈટના ગોયલ પરિવાર પર રૂપિયા 4.90 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઈકો શેલ) એ 2 મહિલા સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી છે. સ્ક્રેપના વેપારી સાથે આચરી છેતરપિંડી. એડવાન્સમાં સ્ક્રેપની ડિલિવરી ના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી. કરોડો રૂપિયા લીધા બાદ ડિલિવરી કરવાના નામે નનૈયો ભણ્યો હતો. એસ.ડી.ફેશનના માલિક વિનીત નવનીત શરાફ બન્યા છેતરપિંડીનો ભોગ. ભારતી ફેશનના માલિક અને વહીવટકર્તા દ્વારા ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
