STEMinist Fair, Prep થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ તેમના વિજ્ઞાન, ટેકનોલોજી, ઈજનેરી અને ગણિત (STEM) આધારિત પ્રોજેક્ટ્સ સાથે આર્ટ એક્ઝિબિટ પણ રજૂ કરશે. વિદ્યાર્થીઓ પોતાના સ્વરચિત મોડલ્સ, પ્રયોગો અને પ્રોટોટાઈપ્સ રજૂ કરીને તેમનો જિજ્ઞાસુ વિચાર, તર્કશક્તિ અને હેન્ડ્સ-ઓન લર્નિંગ દર્શાવશે.
આ સાથે, કોમર્સ વિભાગના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરાયેલ Carnival Fest બિઝનેસ સમજ, માર્કેટિંગ કુશળતા અને ઉદ્યોગસાહસિક નેતૃત્વ વિકસાવવાનો ઉત્તમ મંચ પૂરો પાડશે. આયોજન, બજેટિંગ, સ્ટોલ મેનેજમેન્ટ અને ગ્રાહકો સાથેની સંવાદક્ષમતાના માધ્યમથી વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનનો કોમર્સ અને એન્ટરપ્રાઈઝનો અનુભવ મળશે.

તસવીરમાં તપસ્વી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો નજરે પડે છે.
આ સાથે, કોમર્સ વિભાગના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરાયેલ Carnival Fest બિઝનેસ સમજ, માર્કેટિંગ કુશળતા અને ઉદ્યોગસાહસિક નેતૃત્વ વિકસાવવાનો ઉત્તમ મંચ પૂરો પાડશે. આયોજન, બજેટિંગ, સ્ટોલ મેનેજમેન્ટ અને ગ્રાહકો સાથેની સંવાદક્ષમતાના માધ્યમથી વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનનો કોમર્સ અને એન્ટરપ્રાઈઝનો અનુભવ મળશે.
તારીખ 6 ને શનિવારે સવારે 9 વાગ્યે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવશે. તથા તારીખ 7 ને રાત્રે 9 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે. કાર્યક્રમના અંતિમ દિવસે લકી ડ્રો નું પણ આયોજન કરવામાં આવેલ છે.
તપસ્વી સ્કૂલના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર ક્રાંતિ અખબારના ભવનની મુલાકાત લીધી હતી.