HomeSportsવર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્રોફી માટે જંગ

વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્રોફી માટે જંગ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે. વિશ્વભરના કરોડો ક્રિકેટ ચાહકોની નજર આ મહામુકાબલા પર ટકેલી છે. ટોસ જીત્યા બાદ ન્યુઝીલેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેના કારણે ભારતીય ટીમે બેટિંગ શરૂ કરી અને શરૂઆતથી જ આક્રમક રમત દેખાડી છે.
ભારત માટે ઓપનિંગ જોડીએ ઝડપી શરૂઆત કરી છે. શરૂઆતના ઓવરોમાં જ ભારતીય બેટ્સમેનોોએ મોટા શોટ્સ ફટકારીને ટીમને મજબૂત પાયો આપવાનો પ્રયાસ કર્યો. આક્રમક બેટિંગના કારણે ન્યુઝીલેન્ડના બોલરો પર દબાણ જોવા મળ્યું છે. સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકો અને દેશભરના ચાહકો ટીમ ઇન્ડિયાને જીત માટે ઉત્સાહિત કરી રહ્યા છે.
આ પહેલા સેમિફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બંને ટીમોએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હોવાથી આ મુકાબલો ખુબ જ કઠિન અને રોમાંચક માનવામાં આવી રહ્યો છે.
ભારતીય ટીમ માટે આ ફાઈનલ ખૂબ મહત્વની છે, કારણ કે ટીમ ફરી એકવાર વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરી છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ પણ પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો ઇરાદો રાખે છે. તેથી અમદાવાદમાં રમાતી આ ફાઈનલ ક્રિકેટપ્રેમીઓ માટે એક યાદગાર મુકાબલો બની રહ્યો છે. 🏏🔥

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments