રાજકોટના ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશનની બાજુમાં રોડ પર ઉભેલી મારુતિ વાનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જવાનોની મહેનતથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે વાહનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેથી લોકોમાં રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.
