રાજકોટની નીલકંઠ જ્વેલર્સમાં સોનાના દાગીનાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. દુકાનના માલિકે સ્ટોક ગણતરી દરમિયાન સોનાના દાગીનામાં ઘટાડો જણાતાં સીસીટીવી ફૂટેજ તપાસ્યું હતું. તપાસ દરમિયાન એક મહિલા જ્વેલર્સ કર્મચારીની નજર ચૂકવી સોનાની ચોરી કરતી નજરે પડી હતી.
ઘટનાને પગલે સોની વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચોરીના કેસનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો.
પોલીસે સોનલબેન સોલંકી નામની મહિલાને ઝડપી પાડી છે. તેની પાસેથી સોનાનું પેન્ડલ તેમજ બે જોડ બુટ્ટી કબજે કરવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ સાથે ચોરાયેલો મુદ્દામાલ પણ મળી આવતા જ્વેલર્સ વેપારીઓમાં રાહતનો શ્વાસ લીધો છે.
એ ડિવિઝન પોલીસની ઝડપી કામગીરીને લઈ સોની વેપારીએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસ ટીમનો આભાર માન્યો હતો.
રાજકોટમાં જ્વેલર્સમાંથી સોનાની ચોરીનો પ્રયાસ નિષ્ફળ, એ ડિવિઝન પોલીસે કલાકોમાં મહિલા આરોપીને ઝડપી
RELATED ARTICLES
