રાજકોટના યુનિવર્સિટી રોડ સ્થિત રોયલ પાર્ક મેન રોડ વિસ્તારમાં ફરી એક ચોરીની ઘટના સામે આવી છે. કેશવ આર્કેડના પાર્કિંગમાંથી પાણીના ઢાંકણાની ચોરી કરતી એક મહિલાની હરકત CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં મહિલા પાર્કિંગ વિસ્તારમાં પ્રવેશ કરી નિર્ભય રીતે ઢાંકણું ઉઠાવી લઈ જતી નજરે પડે છે.
આ ઘટના સામે આવતા સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વિસ્તારમાં આવી નાની પરંતુ જોખમી ચોરીઓ વધતા અકસ્માતનો ભય રહે છે, તેથી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.
પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સાથે જ આસપાસના વિસ્તારોના અન્ય કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસે વહેલી તકે આરોપીને પકડવાની ખાતરી આપી છે.
