ટંકારા–મીતાણા રોડ પર અકસ્માતનો ખતરો
ટંકારા–મીતાણા રોડ પર ચાલુ ડમ્પરમાંથી પાવડર ઉડતા વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય સર્જાયો છે. રોડ પર દૃશ્યતા ઘટતા બાઈક અને કારચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત તંત્રને ડમ્પર પર કવર લગાવવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન મુદ્દે તણાવ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન મુદ્દે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે. આ મામલે કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ પ્રક્રિયા નિયમ મુજબ હાથ ધરવામાં આવશે.
ડિમોલેશન નોટિસથી મહિલાઓ ભાવુક
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની નોટિસ મળતા અનેક મહિલાઓ ભાવુક બની રડી પડી હતી. વર્ષોથી વસવાટ કરતા મકાનો તૂટવાની ભીતિથી રહીશો માનસિક તણાવમાં મુકાયા છે.
રહિશોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શન
જંગલેશ્વર વિસ્તારના રહીશોને ડિમોલીશનની આખરી નોટિસ આપવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો છે. રહીશોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર સામે ન્યાયની માંગ ઉઠાવી હતી.
