Friday, January 30, 2026
Homeરાજકોટરાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો, ન્યૂરો સર્જન વિભાગમાં દર્દીના પરિવારની મારામારી;...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો, ન્યૂરો સર્જન વિભાગમાં દર્દીના પરિવારની મારામારી; CCTV ફૂટેજ સામે આવ્યા

શીર્ષક:
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો, ન્યૂરો સર્જન વિભાગમાં દર્દીના પરિવારની મારામારી; CCTV ફૂટેજ સામે આવ્યા

સમાચાર વિગત:
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે ગંભીર ઘટના સામે આવી છે. ન્યૂરો સર્જન વિભાગમાં ફરજ બજાવી રહેલા ડોક્ટર પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારજનોએ હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. મળતી વિગતો મુજબ, દર્દીની સારવાર બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો, જેમાં ડોક્ટરને પછાડી પછાડી માર મારવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ પરિસરમાં ડોક્ટર પર હુમલો કરતા દૃશ્યો કેદ થયા છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી અને અન્ય સ્ટાફ તથા દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ડોક્ટર પર થયેલી મારામારી બાદ મામલો ગરમાયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી, જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે.

આ ઘટનાને લઈને તબીબી વર્ગમાં રોષની લાગણી ફેલાઈ છે અને હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષા મુદ્દે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments