મોરબી | માળીયા ફાટક પાસેથી મેકડ્રોન જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ
મોરબીના માળીયા ફાટક પાસેથી પોલીસે મેકડ્રોનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓ હળવદથી જામનગર તરફ મેકડ્રોન લઈ જઈ રહ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 50 ગ્રામ 13 મીલીગ્રામ મેકડ્રોન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 1.50 લાખ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી અર્ટિગા કાર, ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6.55 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓના નામ તોસિફમિયા હુસેનમિયા બુખારી અને ઈકબાલ મુસા ચાવડા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ કેસમાં અન્ય બે આરોપીઓના નામ પણ ખુલ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
