Friday, January 30, 2026
Homeગુજરાતમોરબી–હળવદમાં દબાણ હટાવવાની કાર્યવાહી તેજ, માર્ગો બન્યા અવરોધમુક્ત

મોરબી–હળવદમાં દબાણ હટાવવાની કાર્યવાહી તેજ, માર્ગો બન્યા અવરોધમુક્ત

સમાચાર:
મોરબી શહેરમાં વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. રોડ ઉપર ઉભા કરાયેલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. અગાઉથી જ આશરે ૫૦ જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસની અવગણના થતા તંત્રએ ડિમોલિશનની કાર્યવાહી કરી વાહન વ્યવહાર સરળ બનાવ્યો હતો.

આ તરફ હળવદ શહેરમાં પણ નગરપાલિકા દ્વારા શહેર તથા હાઇવે રોડ પર દબાણ દૂર કરવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી. જિલ્લા કલેક્ટરની સ્પષ્ટ સૂચના બાદ નગરપાલિકાએ ૧૫૦થી વધુ પતરાના શેડ સહિતના દબાણકારોને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ તબક્કાવાર રીતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

હળવદ મામલતદાર, ચીફ ઓફિસર તેમજ પોલીસ બંદોબસ્તની હાજરીમાં સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી. તંત્રએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર ફરીથી દબાણ ન થાય તે માટે સતત નજર રાખવામાં આવશે અને આવનારા સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

બાઈટ:

  • તુષાર ઝાલોરિયા – ચીફ ઓફિસર, હળવદ
  • એ.પી. ભટ – મામલતદાર, હળવદ
  • મયુર રાવલ – હળવદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments