રાજકોટમાં જીવદયા અને ગૌરક્ષા માટે કાર્યરત યુવાનો પર થયેલા હુમલાની ઘટનાએ ભારે ચિંતા ફેલાવી છે. ગેરકાયદેસર કતલ માટે અબોલ જીવ લઈ જવાતા હોવાની જાણ થતાં ગૌરક્ષકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન આરોપીઓએ ટોળું બનાવી ગૌરક્ષકો પર ઢીકા-પાટુ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં બે ગૌરક્ષકોને ઇજા પહોંચી હોવાની માહિતી છે. સમગ્ર ઘટના વિસ્તારના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓની ઓળખ તથા ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર કતલ જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા અને જીવદયાના કાર્યમાં જોડાયેલા લોકોની સુરક્ષા વધારવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
