Friday, January 30, 2026
Homeરાજકારણરાજકોટમાં ડુપ્લિકેટ દવાઓ સામે મોટો નિર્ણય: કેમિસ્ટ એસોસિએશનનો કડક વલણ, બહારના સ્ટોકિસ્ટથી...

રાજકોટમાં ડુપ્લિકેટ દવાઓ સામે મોટો નિર્ણય: કેમિસ્ટ એસોસિએશનનો કડક વલણ, બહારના સ્ટોકિસ્ટથી ખરીદી પર રોક

રાજકોટ દવા બજારમાં નકલી અને ડુપ્લિકેટ દવાઓની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ કેમિસ્ટ એસોસિએશને મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. એસોસિએશન દ્વારા હવે રાજકોટ બહારના સ્ટોકિસ્ટ પાસેથી દવાઓ ખરીદવા પર સંપૂર્ણ રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર દર્દીઓની સુરક્ષા અને લોકહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું એસોસિએશને જણાવ્યું છે.
નકલી દવાઓ પર અંકુશ મેળવવા માટે રાજકોટ કેમિસ્ટ એસોસિએશન વધુ સક્રિય બન્યું છે. ડુપ્લિકેટ દવાઓ સામે જનજાગૃતિ ફેલાવવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. સાથે જ, તમામ સભ્યોને માત્ર અધિકૃત અને માન્ય સ્ટોકિસ્ટ પાસેથી જ દવાઓ ખરીદવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
એસોસિએશને ચેતવણી આપી છે કે જે સભ્યો આ નિર્ણયનું પાલન નહીં કરે અથવા ગેરરીતિ કરતા ઝડપાશે, તેમની સામે સંસ્થાકીય અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. દર્દીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન ન કરવામાં આવશે તેમ પણ એસોસિએશને સ્પષ્ટ કર્યું છે.
રાજકોટ દવા બજારમાં ડુપ્લિકેટ દવાઓ સામે શરૂ કરાયેલી આ ઝુંબેશને લોકહિતમાં લેવાયેલું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી ભવિષ્યમાં નકલી દવાઓ પર મોટો અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments