2 September, 2024
Home Blog Page 15
શેરબજારમાં આગઝરતી તેજી : મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા
શેરબજારમાં આગઝરતી તેજીને પગલે નવા ડિમેટ ખાતા સતત વધી રહ્યા છે. જૂન મહિનામાં 42 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખૂલ્યા હતા, જે છેલ્લાં ચાર મહિનામાં સૌથી વધુ છે. આ સાથે કુલ ડિમેટ ખાતાની સંખ્યા 16.2 કરોડ થઈ ગઈ છે, જે મે મહિનાની સરખામણીમાં 4.24 ટકાનો વધારો દર્શાવે છે અને વાર્ષિક ધોરણે 34.66 ટકાનો વધારો દર્શાવે છે. સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસ લિમિટેડ...
ભારતીય સૈનિકોને ઝેરીલા સાપ સાથે ટ્રેઇનિંગ આપવામાં આવે છે
ઇન્ડિયન આર્મીમાં કેવી કડક ટ્રેઇનિંગ હોય છે એના કિસ્સા આપણે સાંભળ્યા હશે, પણ એક વીડિયોમાં એવો દાવો થઇ રહયો છે કે આર્મીના સૈનિકોને તાલીમ દરમ્યાન જંગલમાં હોય ત્યારે ઝેરી પ્રાણીઓથી પણ વિચલિત ન થવાય એ શીખવવા માટે સાચા સાપનો ઉપયોગ થાય છે. એક વીડિયોમાં સૈનિકોને ચોક્કસ પોશ્ર્ચરમાં સુવડાવવામાં આવ્યા છે અને તેમના પર ડઝનબંધ ઝેરી સાપ છોડવામાં આવ્યા છે. સાપ...
ચાર ક્રિકેટર્સનું મહારાષ્ટ્ર વિધાનસભામાં સન્માન કરાયું:એકનાથ શિંદેએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂા.11 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી
આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ગુરૂવારે મુંબઈના નરિમાન પોઈન્ટ પર યોજેલી વિજય પરેડના બીજા દિવસે મુંબઈના ચાર ક્રિકેટર્સનું મહારાષ્ટ્ર વિધાનસભામાં સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂા.11 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત પણ કરી હતી. શુક્રવારે સાંજે મહારાષ્ટ્ર વિધાનસભામાં ચેમ્પિયન ભારતીય ટી20 ટીમના સુકાની રોહિત શર્મા સહિત સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ તથા...
મનુષ્ય બાદ હવે દક્ષિણ કોરિયામાં રોબોટે કરી આત્મહત્યા
દક્ષિણ કોરિયામાં રોબોટે આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રોબોટે કામના ભારણ કારણે આત્મહત્યા કરી લીધી છે. આ રોબોટ જાહેર સેવામાં સામેલ હતો અને સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કામ કરતો હતો. જેમાં રોબોટે પોતાને સીડીથી નીચે ફેંકી દીધો. ગયા અઠવાડિયે સીડી પર તે પડેલી હાલતમાં મળી આવ્યો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ કામના...
મહિલા રોકાણકારોની સંખ્યા પાંચ વર્ષમાં 2.8 ગણી વધી....
એકિસસ મ્યુચ્યુઅલ ફંડે એકિસસ મ્યુચ્યુઅલ ફંડના 1 કરોડથી વધુ વર્તમાન ગ્રાહકોના ડેટાનું એનાલિસીસ કયુર્ં હતું અને દેશવ્યાપી સર્વેક્ષણ હાથ ધરીને ‘વુમન ઈન્વેસ્ટમેન્ટ બિહેવિયર રિપોર્ટ 2024’ શિર્ષક હેઠળનો એક રસપ્રદ અભ્યાસ બહાર પાડયો હતો. છેલ્લા પાંચ વર્ષોમાં સુરતમાં મહિલા રોકાણકારોની સંખ્યા 2.3 ગણી, રાજકોટમાં 2.8 ગણી, વડોદરામાં 2.7 ગણી વધી છે. આ જ સમયગાળામાં મહિલા રોકાણકારોની એયુએમ સુરતમાં 3.7 ગણી, રાજકોટમાં...
બેંક થાપણોને મોટો ફટકો પડયો : બચત ખાતાનું રૂા.25000 સુધીનું વ્યાજ કરમુકત થશે..
કેન્દ્ર સરકાર સંભવીત પણે માસાંતે રજુ થનારા બજેટમાં આમ આદમીથી માંડીને ઉદ્યોગક્ષેત્ર સહીતનાં વર્ગોને રાહતો મળવાની અટકળો વ્યકત થઈ રહી છે. નાના વર્ગોને રાહત આપવા માટે સરકાર બચત ખાતાનાં રોકાણમાં મળતા રૂા.25000 સુધીના વ્યાજને મુકત બનાવે તેવી સંભાવના છે. નાણામંત્રાલય સાથેની બેઠકમાં ખુદ બેંક પ્રતિનિધિઓએ જ આ દરખાસ્ત કરી હતી.કેન્દ્રીય નાણા વિભાગનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે દરખાસ્ત વિચારણા...
રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદમાં: પીડીતોને ન્યાય અપાવવા તેઓ સરકારને ઢંઢોળશે...
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદ પહોંચ્યા છે. કોંગી કાર્યકરોની ધરપકડ બાદ તેઓ સાથે મુલાકાત કરી રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરશે. આ બાદ તેઓ રાજકોટ, મોરબી, વડોદરા, સુરતના દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને મળવાના છે. આ માટે રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડીત છ પરિવારના સભ્યો અમદાવાદ પહોંચ્યા છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના પીડીત પરિવારો સાથે પણ તેઓ વાર્તાલાપ કરવાના છે. હતભાગીઓને ન્યાય...
કાલે રંગીલા રાજકોટનો 414મો જન્મદિવસ : રાજકોટ સ્થાપના દિન
6 જુલાઈ એટલે રાજકોટનો સ્થાપના દિન.આપણા રંગીલા રાજકોટનો 414મો જન્મદિવસ. રાજકોટ એ આ વર્ષોમાં રાજવી ઠાકોર વિભાજીથી લઈ હાલનાં રાજવી માંધાતાસિંહ સુધીના સમયને જોયો છે. 413 વર્ષ પહેલા ઈ. સ. 1610મા જાડેજા રાજવી ઠાકોર વિભાજી અને તેના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું, તેના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું. શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારીયા નાકા,રૈયા નાકા,બેડી...
ઓલિમ્પિક રમવા જતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી વાત..
વડાપ્રધાન મોદીએ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ રહેલ પેરિસ ઓલિમ્પિક 2028માં સામેલ થનારા ભારતીય ખેલાડી સાથે વાત કરી હતી. સાથે સાથે પીએમ મોદીએ ઉત્કૃષ્ટ પર્ફોમન્સની આશા રાખી ભારતીય ખેલાડીઓના દળને શુભકામના પાઠવી હતી. પીએમે દેશવાસીઓને ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની અપીલ પણ કરી હતી. પીએમ મોદીએ પોતાના એકસ એકાઉન્ટમાં એક વિડીયો પણ શેર કર્યો છે. પીએમ મોદીએ આ દરમિયાન બધા ખેલાડીઓ...
સોનું અને ચાંદીના ભાવ ફરી મોંઘા થયા: ચાંદી 92,000 રૂપિયાને પાર...જાણો આજના ભાવ
સોના અને ચાંદીની કિંમતોમાં દરરોજ બદલાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. 5 જુલાઈએ સોનું રૂ. 72,800 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી પણ રૂ. 92,000 પ્રતિ કિલોની ઉપર ટ્રેડ થઈ રહી છે. આ પહેલા ગુરુવારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે સોનામાં નજીવો વધારો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ...
error: Content is protected !!
Subscribe for notification