Friday, February 20, 2026
Homeગુજરાતહળવદમાં 10–20 રૂપિયાની નોટો અને સિક્કા માટે લોકોની લાંબી કતારો, બેંક બહાર...

હળવદમાં 10–20 રૂપિયાની નોટો અને સિક્કા માટે લોકોની લાંબી કતારો, બેંક બહાર ભીડ

હળવદ શહેરમાં નાના ચલણની અછતને કારણે આજે સવારથી જ લોકોમાં અફરાતફરી જોવા મળી. 10 અને 20 રૂપિયાની નોટો તેમજ સિક્કા મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. નોટબંધી બાદ ફરી એકવાર બેંકો સામે આવી લાંબી કતારો જોવા મળતાં જૂના દિવસોની યાદ તાજી થઈ ગઈ.

હળવદ ખાતે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે ખાસ કરીને 10 અને 20 રૂપિયાની નોટો તેમજ સિક્કાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકો બેંક બહાર લાઈનમાં ઉભા રહ્યા હતા. નાના વેપારીઓ, દુકાનદારો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં બેંક ખાતે પહોંચ્યા હતા.

બેંક તરફથી એક વ્યક્તિને મહત્તમ 4,250 રૂપિયાની રકમ સુધીનું ચલણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી વધુમાં વધુ લોકોને નાના નોટો અને સિક્કા મળી શકે. જોકે, મર્યાદિત પુરવઠાને કારણે લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

વહેલી સવારથી શરૂ થયેલી કતારો બપોર સુધી યથાવત રહી, જેના કારણે બેંક વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી. લોકોનું કહેવું છે કે રોજિંદા વ્યવહારમાં નાના ચલણની ખૂબ જરૂર હોય છે અને લાંબા સમયથી 10–20 રૂપિયાની નોટો તથા સિક્કાની અછત અનુભવાઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments