Friday, January 30, 2026
Homeગુજરાતગુજરાત બ્રેકિંગ ન્યૂઝ: મોરબીના શહીદથી લઈને રાજકોટના વિકાસકાર્યો સુધીના મોટા અપડેટ્સ

ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ: મોરબીના શહીદથી લઈને રાજકોટના વિકાસકાર્યો સુધીના મોટા અપડેટ્સ

1️⃣ મોરબીના શહીદ જવાન ગણેશભાઈ પરમારને ભાવભીની વિદાય

મોરબીના જવાન ગણેશભાઈ મનસુખભાઈ પરમાર સિકંદરાબાદમાં ફરજ બજાવતા 9 ડિસેમ્બરના રોજ શહીદ થયા હતા. ગુરૂવારે વહેલી સવારે તેમનો પાર્થિવ દેહ મોરબી પહોંચતા જ ભારે દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. અંતિમ યાત્રા દરમિયાન હજારો લોકો ઉમટી પડ્યા અને શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.


2️⃣ રાજકોટમાં મતદાર મેપીંગ અંગે કલેકટરનો મોટો અપડેટ

રાજકોટ કલેક્ટરે SIR કામગીરી અંગે માહિતી આપી છે. શહેરમાં કુલ 23 લાખથી વધુ મતદારો છે જેમાંથી 17 લાખથી વધુ મતદારોનું મેપીંગ પૂર્ણ થયું છે. 20 લાખથી વધુ મતદારોનું આંકલન થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં 89 હજારથી વધુ મતદારોના મોત થયા હોવાનું નોંધાયું છે જ્યારે 61 હજારથી વધુ ગેરહાજર અને 1.69 લાખથી વધુ મતદારો શિફ્ટ થયા છે. મતદારોનું પરફેક્ટ આંકલન થાય તે માટે સઘન કાર્ય ચાલી રહ્યું છે. — ડો. ઓમપ્રકાશ, કલેકટર રાજકોટ


3️⃣ રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: ₹162 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં શહેર માટે 162 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતોને વધારવાના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments