જામનગર શહેરના પવનચક્કી વિસ્તારમાં ગ્રીન સિટી પાસેના માર્ગ પર કાર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર અચાનક પલટી મારી ગઈ હતી, જેના કારણે રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિકમાં ખલેલ પડી હતી.
અકસ્માત સમયે માર્ગ કિનારે વોકિંગ કરી રહેલા એક વ્યક્તિને કારએ અડફેટે લેતા તેઓને ઇજા પહોંચી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક તેમને મદદ પહોંચાડી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાના સમયે વિસ્તારમાં ભીડ એકત્ર થઈ ગઈ હતી.
અકસ્માત કરનાર કારનો નંબર GJ-10 DN 3091 હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના સાચા કારણો અંગે તપાસ ચાલી રહી છે.
