વાવ થરાદમાં સાયબર ફ્રોડમા સંડોવાયેલા મ્યુલ બેંક ખાતા સામે કાર્યવાહી કરાઈ છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમા કરાઈ તપાસ. 74 બેંક ખાતાના ખાતાધારકો સાઇબર ફ્રોડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડમાં સામે આવ્યું કે, પાંચ કેસમાં એટીએમનો ઉપયોગ થયો છે. સાયબર ફ્રોડમા પાંચ બેંક ખાતામાં ચેક દ્રારા પૈસાની હેરાફેરી થયાનું સામે આવ્યું છે. થરાદ પોલીસ મથકે નોંધાઈ સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ. વાવ પોલીસ મથકે સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિઓ સામે બે પોલીસ ફરિયાદ નોંધાઈ. વાવ પોલીસ મથક નોંધાયેલા ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. થરાદ પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ.
