દરરોજ સોશિયલ મીડિયા પર નવા નવા વીડિયો સામે આવતા રહે છે, ત્યારે એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહ ATMમાં બેઠેલા ગર્ડને ખેંચીને લઈ જાય છે, જાણો આ વીડિયો સત્ય ઘટના પર આધારિત છે કે પછી AIથી જનરેટ કરવામાં આવ્યો છે?
સોશિયલ મીડિયા પર હંમેશા કંઈક એવું જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવો જ એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે. આ વાયરલ ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક બબ્બર સિંહ ATM રૂમમાં ઘૂસી જાય છે, અને ત્યાં ફરજ પર રહેલા સુરક્ષા ગાર્ડને ખેંચીને બહાર લઈ જાય છે. આ વીડિયો જોવામાં ખૂબ જ ડરામણો છે, તેથી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
