Friday, January 30, 2026
Homeરાષ્ટ્રીયતાજા સમાચાર: અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બ ધમકીભરી ઈ-મેલ મળતા ચકચાર

તાજા સમાચાર: અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બ ધમકીભરી ઈ-મેલ મળતા ચકચાર

અમદાવાદ શહેરમાં આજે સવારે શહેરની અનેક ખાનગી અને આંતરરાષ્ટ્રીય શાળાઓને બોમ્બ ધમકીભરી ઈ-મેલ મળી હતી. આ ધમકીમાં ખાસ કરીને ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની શાળાઓને બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી, જેને લઈને સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ધમકીભરી ઈ-મેલમાં બપોરે 1:30 વાગ્યે બ્લાસ્ટ કરવાની વાત લખવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ SOG ટીમો શાળાઓમાં પહોંચી ગઈ હતી અને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતા શાળાના સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક રજા આપવામાં આવી હતી અને માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

આ મામલે સાયબર ક્રાઈમ શાખા અને સ્થાનિક પોલીસ દ્વારા ઈ-મેલ ક્યાંથી મોકલાઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments