અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ રિનોવેશનનું કામ માર્ચ 2026 સુધી પૂર્ણ થવાની શક્યતા
અમદાવાદ: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ પશ્ચિમ રેલવે સેકશનમાં ચાલી રહેલા વિકાસકાર્યો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પ્લેટફોર્મના નવીનીકરણના કામો માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
પ્લેટફોર્મ રિનોવેશન પૂર્ણ થયા બાદ મુસાફરોને વધુ સુવિધાઓ મળશે તેમજ ટ્રેનોની અવરજવર વધુ સુગમ અને સલામત બનશે. રેલવે દ્વારા આધુનિક સુવિધાઓ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મુસાફર સુખાકારીને ધ્યાનમાં રાખીને આ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
