Friday, January 30, 2026
HomeરાજકોટHCG હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોના આક્ષેપ મામલે COOનું સ્પષ્ટીકરણ

HCG હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોના આક્ષેપ મામલે COOનું સ્પષ્ટીકરણ

HCG હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોના આક્ષેપ મામલે COOનું સ્પષ્ટીકરણ

HCG હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મામલે હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) ડો. સૂરજ નાથે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ડોક્ટરો હંમેશા દર્દીઓના હિત માટે જ કામ કરતા હોય છે અને આ કેસમાં પણ કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી.

ડો. સૂરજ નાથના જણાવ્યા અનુસાર દર્દીની તબિયત દરમિયાન ક્યારેક સારી તો ક્યારેક ખરાબ થતી હતી. દર્દીને ICUમાં રાખીને સતત સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ દુર્ભાગ્યવશ મોડી રાતે તેમનું નિધન થયું હતું.

હોસ્પિટલ તરફથી કોઈ વધારાના પૈસા લેવામાં આવ્યા નથી તેવું સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું કે મેડિકલેમ પૂર્ણ થયા બાદ જે ચાર્જ લેવામાં આવે છે તે હોસ્પિટલની નિયમિત પ્રક્રિયા મુજબ જ લેવામાં આવ્યા છે. ડોક્ટર દ્વારા જે દવાઓ અને ઇન્જેક્શન્સ લખી આપવામાં આવ્યા હતા, તે જ દર્દીને આપવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે બિલ ભલે આશરે 32 લાખ રૂપિયાનું બન્યું હોય, પરંતુ એટલી રકમ દર્દીના પરિવાર પાસેથી લેવામાં આવી નથી. દર્દીને 54 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાથી ખર્ચ વધ્યો હોઈ શકે છે.

સાંસદ રામ મોકરીયા હોસ્પિટલ આવ્યા હોવાના મુદ્દે COOએ કહ્યું કે તેઓ તેમને મળ્યા નથી. આ કેસ અકસ્માતનો હોવાથી શરૂઆતથી જ પોલીસ તપાસમાં સામેલ હતી અને હોસ્પિટલ તરફથી તમામ સહયોગ આપવામાં આવ્યો છે.

HCG હોસ્પિટલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સમગ્ર મામલે કોઈપણ પ્રકારની બેદરકારી કરવામાં આવી નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments