🔴 બ્રેકિંગ ન્યૂઝ | ગુજરાત હાઈકોર્ટ
ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ, રાજકુમાર જાટ કેસમાં નવા ખુલાસા
ન્યૂઝ:
રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ વિકાસ થયો છે. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જેમાં નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં બનાવ, મારામારી અને ફેટલ એક્સિડન્ટ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ હતો.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે નાર્કો ટેસ્ટ મુજબ આરોપીએ કોઈ કાવતરું રચ્યું હોવાનો પુરાવો મળ્યો નથી તેમજ તેના ઘરે થયેલી માથાકૂટનો બદલો લેવાયો હોવાની વાત પણ સામે આવી નથી. નાર્કો ટેસ્ટ બાદ તપાસ અધિકારીને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હોવાનું પણ કોર્ટમાં જણાવાયું.
આ દરમિયાન રાજકુમાર જાટના વકીલે નાર્કો એનાલિસિસ કરવાની માગણી કરી હતી, જેને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે અરજદાર પક્ષના વકીલને નાર્કો એનાલિસિસ રિપોર્ટની નકલ આપવા હુકમ કર્યો છે. કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરીએ હાથ ધરાશે.
