હેડલાઇન:
ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા ચાંદીના ભાવ, એક કિલો ₹2.56 લાખને પાર
સમાચાર:
ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે અને મંગળવારે ચાંદીએ ઐતિહાસિક સપાટી હાંસલ કરી છે. ચાંદીના ભાવમાં એક જ દિવસે 3.85 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો, જેના કારણે પ્રતિ કિલો ચાંદીમાં ₹9,562નો વધારો થયો.
આ તેજી સાથે ચાંદીનો ભાવ સીધો ₹2,56,450 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર (ઓલટાઈમ હાઈ) ગણાય છે. જોકે, બાદમાં નફાવસૂલાતના કારણે ભાવમાં થોડો ઘટાડો નોંધાયો અને ચાંદી ₹2,55,248 પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ કરતી જોવા મળી.
દિવસ દરમિયાન કારોબારમાં ચાંદીનું સૌથી નીચું સ્તર ₹2,46,888 પ્રતિ કિલો રહ્યું. બજાર નિષ્ણાતો મુજબ વૈશ્વિક બજારમાં મજબૂત માંગ, ઔદ્યોગિક ઉપયોગ અને રોકાણકારોની વધતી રસના કારણે ચાંદીના ભાવમાં આ તેજી જોવા મળી રહી છે.
