સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ, તબિયત સ્થિર
નવી દિલ્હી:
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની તબિયત હાલ સ્થિર છે અને તેઓ ડૉક્ટરોની કડક દેખરેખ હેઠળ છે.
મળતી માહિતી મુજબ, સોનિયા ગાંધીને છાતી સંબંધિત સમસ્યાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ છાતીના નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. ડૉક્ટરો દ્વારા જરૂરી તપાસો હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સોનિયા ગાંધીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તેમના આરોગ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
