Saturday, January 31, 2026
Homeગુજરાત31 ડિસેમ્બરના મહત્વના સમાચાર : કચ્છના કેટલાક ગામોમાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ

31 ડિસેમ્બરના મહત્વના સમાચાર : કચ્છના કેટલાક ગામોમાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ

કચ્છના કેટલાક ગામોમાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો છે. પૂર્વ કચ્છના ચોબારી, રામવાવ, મનફરા, કણખોઇ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ભરશિયાળામાં માવઠું થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરુ, રાયડો, ઈસબગુલ સહિતના શિયાળુ પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે.

જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પર કેદીઓએ કર્યો હુમલો

જૂનાગઢ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર કેટલાક કેદીઓએ ભેગા થઈને હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા હરેશ સાવલિયા અને અન્ય કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા હતા. જ્યા બન્ને હરેશ સાવલિયા અને અન્ય કેદીઓએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જિલ્લા જેલ અધિક્ષકનું કહેવું છે કે, કોઈ ચર્ચા દરમિયાન ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. ત્યાર બાદ તે મારામારીમાં વ્યાપ્યો હતો.

રામ લલ્લાના અભિષેકની બીજી વર્ષગાંઠ પર રાજનાથ સિંહ અયોધ્યા પહોંચ્યા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા. બાદમાં, તેઓ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહમાં હાજરી આપશે, જે રામ લલ્લાના અભિષેકની બીજી વર્ષગાંઠ નિમિત્તે યોજાશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments