રાજકોટ: 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો-વ્યવસ્થા અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ બની છે. નવા વર્ષની ઉજવણીને લઈને શહેરભરમાં પોલીસ દ્વારા ખાસ સુરક્ષા આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવા વર્ષની ઉજવણી માટે આયોજન કરાયેલા વિવિધ સ્થળો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન CCTV કેમેરાની કાર્યક્ષમતા, સુરક્ષા વ્યવસ્થાની વ્યવસ્થા અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જાહેર સ્થળો, પાર્ટી પ્લોટ, હોટલ અને રેસ્ટોરાંઓમાં ખાસ નજર રાખવામાં આવશે. કોઈપણ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત થઈ શકે.
નવા વર્ષની ઉજવણીમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસ અલર્ટ, ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષા વ્યવસ્થાનું કર્યું ચેકીંગ
RELATED ARTICLES
