Friday, February 20, 2026
Homeરાજકોટઅર્જુન જ્વેલર્સમાં કેશિયરદ્વારા છેતરપિંડી, આરોપી ઝડપાયો

અર્જુન જ્વેલર્સમાં કેશિયરદ્વારા છેતરપિંડી, આરોપી ઝડપાયો

અર્જુન જ્વેલર્સમાં કેશિયર દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને એ.બી.જે. ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
પોલીસે આ કેસમાં આરોપી હિતેશ પરમારને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપી આણંદ જિલ્લાના બોરસદ ખાતે હોવાની બાતમી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.
હાલ આરોપીને સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા હજુ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન આરોપી હિતેશ પરમારના બેંક એકાઉન્ટ સહિતની તમામ નાણાકીય વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે તેમજ સંબંધિત એકાઉન્ટ્સને સીઝ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીની પૂછપરછ દરમિયાન આ છેતરપિંડી કેસમાં વધુ મહત્વની વિગતો સામે આવવાની સંભાવના છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments