રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે સવાર-સાંજ કડક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
શહેરવાર તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 14.8, ગાંધીનગરમાં 12.8, ડીસામાં 12.8 અને વલ્લભ વિદ્યાનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14.4, ભુજમાં 14.0, ભાવનગરમાં 16.6 અને રાજકોટમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત મહુવામાં 14.6 અને કેશોદમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.
