ભાવનગર: ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી
ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મહુવાના તરેડ ગામના ખેડૂતો પોતાના તૈયાર ડુંગળીના પાકને પશુને ચરાવવા માટે મજબૂર થયા છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં ડુંગળીના ખૂબ ઓછા ભાવ બોલાતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ચાર વિઘામાં ડુંગળીનું વાવેતર પાછળ અંદાજે એક લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું, જેમાં મોંઘા બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચ પણ સામેલ છે. ઓછી કિંમતોને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને તેઓ યોગ્ય ભાવની માંગ લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે આગળ આવ્યા છે.
અમદાવાદઃ ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજને લઈને એક્શનમાં AMC
અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજના પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા એએમસી એક્શનમાં આવી છે. વડોદરાની એજન્સી બાદ હવે સુભાષબ્રિજ પર ડ્રોન સરવે કરવામાં આવ્યો છે, જે ઝારખંડ અને બિહારના બ્રિજ સર્વેના અનુસંધાનમાં કરવામાં આવે છે. આસરવે AI ટેકનોલોજીની મદદથી બ્રિજની 3D ઈમેજ તૈયાર કરવામાં આવશે. સેન્સર દ્વારા બ્રિજની તિરાડ, સ્પાન અને ઉપરના હિસ્સાનું રેકોર્ડિંગ લેવામાં આવશે. ત્રણ દિવસ સુધી ડ્રોન સર્વે ચાલુ રહેશે અને 10 દિવસમાં 3D મેપિંગ રિપોર્ટ તૈયાર કરીને AMCને રજૂ કરવામાં આવશે.
