મોરબીમાં હનીટ્રેપનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક આધેડ વ્યક્તિને મહિલા સહિત 8 લોકોએ શિકાર બનાવ્યા છે. પોતાની વાડી માટે શ્રમિકની શોધમાં રહેલા આધેડને મહિલા શ્રમિક દ્વારા સંપર્કમાં લઈ વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. બાદમાં મહિલા દ્વારા નિર્વસ્ત્ર થઈ વીડિયો બનાવવામાં આવ્યો અને દુષ્કર્મના ખોટા આરોપની ધમકી આપી પૈસા પડાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
આરોપીઓએ ધમકી અને બ્લેકમેલિંગ દ્વારા સોનાના ચાર બિસ્કિટ, સોનાની ચેઈન તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 53.50 લાખનો મુદ્દામાલ પડાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પીડિતની ફરિયાદના આધારે પોલીસે એક મહિલા સહિત કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
