મોરબી
, કલકત્તાની ટીમ સાથે સંયુક્ત બેઠક યોજાઈ
બેઠકમાં સિરામિક ઉદ્યોગકારોએ મોરબીમાં રિસર્ચ સેન્ટર અને ટ્રેનીંગ સુવિધા ન હોવાની રજુઆત કરી
મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક મેન્યુફેક્ચરિંગ હબ છે અને દેશનું લગભગ 90 ટકા સિરામિક ઉત્પાદન મોરબીમાં થાય છે
તો પણ અહીં કોઈ રિસર્ચ કે ટ્રેનીંગ સેન્ટર ઉપલબ્ધ નથી. આ કારણે CGCRI સમકક્ષ રિસર્ચ સંસ્થા મોરબીમાં સ્થાપવાની માંગ ઉઠાવવામાં આવી હતી
1940માં કલકત્તામાં CSIR અને CGCRIની સ્થાપના કરવામાં આવી હતી
ગુજરાતમાં સિરામિક ક્લસ્ટરને સહાયરૂપ થવા માટે 1977માં CSIR-CGCRI નરોડા સેન્ટરની સ્થાપના કરવામાં આવી
જેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કાચા માલનું મૂલ્યાંકન અને સિરામિક ઉદ્યોગને પરીક્ષણ સુવિધા પૂરી પાડવાનો છે
મોરબીમાં વૈજ્ઞાનિકોની ટીમ, સંપૂર્ણ રિસર્ચ સેન્ટર અને ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ જરૂરી છે
બાઇટ: હરેશભાઈ બોપલીયા (પ્રમુખ, મોરબી સિરામિક એસોસિએશન)
