Friday, January 30, 2026
Homeરાજકોટરાજકોટ: જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણ મામલે તંત્રની કાર્યવાહી, ડિમોલિશન નોટિસ અપાઈ

રાજકોટ: જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણ મામલે તંત્રની કાર્યવાહી, ડિમોલિશન નોટિસ અપાઈ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરનારાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે બાંધકામ કરનાર લોકોને તંત્ર દ્વારા ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નક્કી કરેલ સમયમર્યાદામાં દબાણ દૂર ન કરાય તો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે.

પારવેડી ચોક નજીક આરોગ્ય વિભાગની દરોડા કાર્યવાહી, ચીકી અને લાડુના સેમ્પલ લેવાયા

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા હતા. પારવેડી ચોક નજીક ચીકી અને લાડુ વેચતા વેપારીઓની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ આગળની લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રિપોર્ટ આવ્યા બાદ નિયમોનું ઉલ્લંઘન સામે આવે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોના માહોલને ધ્યાનમાં રાખીને ખોરાકની ગુણવત્તા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments