Friday, January 30, 2026
Homeગુજરાતવડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

વડોદરા: વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં આજે કચેરીમાં હડકંપ મચી ગયો હતો. અજાણ્યા ઈ-મેલ મારફતે બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવતા તાત્કાલિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા કારણોસર કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર કચેરી વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

બોમ્બ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. ત્યારબાદ તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાનની નોંધ નથી.

પોલીસ દ્વારા ધમકીભર્યો ઈ-મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ માટે સાઇબર સેલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. ખોટી ધમકી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, છતાં સમગ્ર મામલે કડક તપાસ ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments