Friday, January 30, 2026
Homeરાજકોટરાજકોટમાં એકસાથે ત્રણ મોટા મામલા: હોસ્પિટલ લાપરવાહી, દારૂડીયાઓનો ત્રાસ અને SOGનું સરપ્રાઇઝ...

રાજકોટમાં એકસાથે ત્રણ મોટા મામલા: હોસ્પિટલ લાપરવાહી, દારૂડીયાઓનો ત્રાસ અને SOGનું સરપ્રાઇઝ ચેકિંગ

🔴 બ્રેકિંગ ન્યૂઝ | રાજકોટ

1️⃣ સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં તબીબોની લાપરવાહીનો ગંભીર મામલો
રાજકોટની સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં બે તબીબોની કથિત બેદરકારીથી એન્જિનિયર યુવકનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજના રિપોર્ટમાં સારવારમાં લાપરવાહી સ્પષ્ટ થતા હોસ્પિટલના ડો. હાર્દિક સંઘાણી અને ડો. જીગ્નેશ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીનો પુત્ર ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. વધુમાં, સ્કીન ડોક્ટર હોવા છતાં ડો. સંઘાણીની પત્ની દ્વારા ડેન્ગ્યુ દર્દીની સારવાર કરાતી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

2️⃣ સામાકાંઠા વિસ્તારમાં દારૂડીયાઓનો ત્રાસ, વીડિયો વાયરલ
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં નશામાં ધુત દારૂડીયાઓનો ત્રાસ વધ્યો છે. વિસ્તારમાં હંગામા કરતા દારૂડીયાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

3️⃣ રાજકોટમાં SOGનું સરપ્રાઇઝ ચેકિંગ, પાન ગલ્લા અને ચાની હોટલોમાં ફફડાટ
રાજકોટ શહેરમાં SOG દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પાનના ગલ્લા પર વેચાતા ઈ-સિગારેટ, ગાંજા પીવાના ગોગો પેપર્સ સહિતની ચકાસણી કરવામાં આવી. શહેરના મુખ્ય રાજમાર્ગો પર આવેલા પાનના ગલ્લા અને ચાની હોટલો પર તપાસ થતા વેપારીઓમાં ફફડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments